ફૂગથી થતા આ રોગના લક્ષણો પાન, કુમળી ડાળીઓ, પુષ્પગુચ્છ (મોર) અને ફળો પર જોવા મળે છે. કુમળા પાન ઉપર લંબગોળ કે અનિયમિત આકારના ઘાટા કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે તેમજ પાનની કિનારી બદામી કે કાળી થઈ સુકાઈ જાય છે. પાકા પાન ઉપર ઘેરા બદામી રંગના ટપકાં પડે છે અને ટપકાંની વચ્ચેનો ભાગ ખરી પડવાથી કાણાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં કૃપળ સાથે કુમળી ડાળીઓ ચીમળાઈ ટોચથી સુકાઈ જાય છે. રોગગ્રસ્ત પુષ્પગુચ્છ અને નાના ફ્ળ પર સૂક્ષ્મ કાળા ટપકાં પડે છે જેથી ફ્લો ખરી પડે છે. મોર અને મોરની દાંડીની ઉપર શરૂમાં નાના બદામી અને પાછળથી કાળાશ પડતા ધાબા પડે છે જેથી આખો મોર સુકાઈને ખરી પડે છે અને મોરમાં છૂટાછવાયા કાળા ડાઘા જોવા મળે છે. રોગની અસરથી નાના મગીયા કે મરવા ડીંટનાં ભાગેથી ખરી પડે છે. કેટલાક મરવા સુકાઈને કાળા પડી જઈ ડાળીઓ સાથે ચોંટી રહેલા જોવા મળે છે જેથી આ રોગને કાળીયો પણ કહેવામાં આવે છે. કેરી ઉતારી લીધા બાદ તેની હેરાફેરીથી થતા, જ્ખમો અને ડીંચા મારફ્તે ફળોમાં રોગનો ચેપ દાખલ થાય છે. ફાળો ઉપર ઘાટા બદામી કે કાળા પોચા ધાબા પડે છે
નિયંત્રણ : ઝાડ પરથી કેરી વેડી લીધા પછી સુકાયેલી ડાળીઓની છાંટણી કરી જખમવાળા ભાગ ઉપર બોર્ડોપેસ્ટ (મોરથુથું ૧ કિગ્રા + કળી ચૂનો ૧ કિગ્રા + ૧૦ લીટર પાણી) લગાડવી અથવા બોર્ડોમિશ્રણ ૦.૮% (મોરથુથું ૮૦ ગ્રામ + કળી ચુનો ૮૦ ગ્રામ + ૧૦ લિટર પાણી])નો છંટકાવ કરવાથી પણ આ રોગનું નિયંત્રણ થાય છે. કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા, (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી )ના છંટકાવ કરવા,
Social Plugin