આ રોગ સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સક્ેદ છારી જોવા મળે છે જે પાછળથી બદામી રંગની થાય છે. આ રોગના આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલાં અથવા તે પછી મોર ખરી પડે છે. અસરગ્રસ્ત મોરનો ભાગ સુકાઈને ભૂખરો થઈ જાય છે. રોગનું પ્રમાણ વધતાં નાના ફળ, કૃમળા પાન અને પણદિંડ પર છારી

દેખાય છે. રોગગ્રસ્ત નાના ફળો કરમાઈને ખરી પડે છે. સામાન્‍ય રીતે રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જેવા મળે છે. પણ કેટલીક વખત નવા વિકાસ પામતાં તામ્ર રંગના પાનની પાછળની બાજએ સફેદ ફૂગની છારી જોવા મળે છે. રોગગ્રસ્ત પાન વિકૃત અને વળી ગયેલા જણાય છે. આ રોગને સૂકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. વાતાવરણમાં વધુ પડતો ભેજ, વાદળછાયું વાતાવરણ અને નીચું તાપમાન વઘુ અનુકૂળ રહે છે.


નિયંત્રણ :

  • આંબામાં ભૂકોછારાના અસરકારક નિયંત્રણ માટે મ્હોર નીકળ્યાની શરૂઆત થાય ત્યારથી ર૦ દિવસને અંતરે નીચેનામાંથી ગમે તે એક ફૂગનાશક દવાના ત્રણ છંટકાવ કરવા.

  • હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી અથવા થાયોફેનેટ મિથાઈલ (પ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા વેટેબલ સલ્ફર (રપ ગ્રામ/૧૦ લિટર કાર્બેન્ડાઝીમ (પ ગ્રામ/૧૦ લિટર પાણી].