રોગીષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો, 

કાર્બેન્ડેઝીમ ૫૦% વે. પા, ૮ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. નેપ્થેલીન એસેટિક એસિડ (એન. એ.એ.) ૩ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. શિયાળાના સમયમાં આ રોગનું પ્રમાણ વધતુ હોવાથી આ સમય દરમ્યાન ફૂલોનો સમય થોડો મોડો કરવા માટે જીબ્રેલીક એસીડ ૦.૭ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.