જે વિસ્તારમાં ચોમાસુ લગભગ અનિયમિત હોય અને વરસાદ ઓછો પડે છે તેવા વિસ્તારમાં આ પાક લેવામાં આર્થિક રીતે ફાયદાકારક રહેશે. મગફળીના પાક લેવામાં આવે તેવા વિસ્તારમાં પહોળા પાટલાએ મતલબ કે ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કર્યું હોય ત્યાં આંતરપાક તરીકે

સૂર્યુખીના પાકની ઠીંગણી જાત અને વહેલી પાકતી જાત ઉપયોગ કરવામાં આવે છે. આમ મુખ્ય પાક મગફળીની સાથે સૂર્યમુખીનો પાક આંતરપાક તરીકે લઈ પૂરક આવક મેળવી શકાય છે. નેશનલ મિશન ઓન ઓઈલ સીડ્સ એન્ડ ઓઈલપામ (એન. એમ.ઓ.ઓ.પી.) યોજના હેઠળ નિદશન પેટે આ પાકને આવરીને સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.