આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોરાં ટપકાં થાય છે. જે તારા આકારના સફેદ ટપકાંમાં પરિણમે છે. વખત જતાં તે લાલ નારંગી રંગ ધારણ કરે છે અને અંતે સફેદ કે રાખોડી ડાઘ તરીકે રહે છે. કેટલીક વાર આવા ટપકાંનો વચ્ચેનો ભાગ ખરી જતાં છીદ્ર પણ જણાય છે. રોગનો ફેલાવો પવન મારફ્તે થાય છે. ઘણી વખત ડાળી અને ફળ પર ટપકાં જોવા મળે છે. ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિના

આંબાવાડિયામાં રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. રોગને ભેજમય વાતાવરણ વધુ માફક આવે છે.



નિયંત્રણ :

  •  વૃક્ષ ઉપર રોગિષ્ટ ભાગોની છટણી કરી તેને ખાતર અને પાણી આપવું. અપૂરતા પોષણને લીધે રોગની તીવ્રતા વધે છે.

  • કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦% વે.પા. (60  ગ્રામ/ 15 લીટર પાણી )નો.છટકાવ કરવો