સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલીકે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો.
ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો પટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો પટ આપવા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દોઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦ મિ.લી. અથવા ફિપ્રોનીલ પ એસસી ૬૦૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૪૦૦ મિ.લી. પ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લાસ્ટિકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉપર
કીટનાશકનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા પહેરી બિયારણને બરાબર મોઈ આખી રાત
સૂકવીને જ બીજા દિવસે વાવણી કરવી. * કપાસ અને દિવેલાના ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ
પ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પૂંખવી ત્યાર બાદ હળવુ પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવી.
Social Plugin