રોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના વ્યવસ્થાપન માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા એસીટામિપ્રિડ ર૦ એસપી ૩૩ ગ્રામ અથવા લીમડા આધારિત કીટનાશક ૦.૧૫ ઇસી ૬૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.