દા.ત. જમીનમાં ખોસેલું તાપમાન અને ભેજ માપવાનું યંત્ર તમને સંદેશો મોકલે કે આજે દોઢ ઇંચનું ઈરીગેશન આપવા ડ્રિપથી  આટલા હજાર લીટર પાણી આપો, દિવસ અને રાતના વાડીના તાપમાનમાં બદલાવ આવ્યો એટલે કોમ્પ્યુટર કહે કે કાલે સવારે ફલાણી ફૂગનાશકનો છંટકાવ કરજો નહિતર પાનના ટપકા પડશે કે પછી બે દિવસમાં ફલાણા ચુસીયાનો ઉપદ્રવ થાય તેવી પૂરી શક્યતા છે તમે વાડીએ જઈ સ્કાઉટીંગ (આંટોમારવો) કરો અને એક પાંદડા નીચે આટલા ચુસીયા હોય તો ચુસીયા નિયંત્રણ માટે ફલાણી દવા છાંટો, વાવણીની તારીખ અને પાકની વિગત અને જાત આપણે પહેલાથીજ  જણાવી હોય એટલે પાકના નિશ્ચિત દિવસોએ તમને ટણીંગ કરતુ એલર્ટ મોકલે કે  ખેડૂ ભાઈ આટલું ખાતર કાલે આપી દેજો