કેરીને ઝાડ પરથી ઉતાર્યા બાદ પકવવા માટે સંગ્રહ કરવામાં આવે છે ત્યારે ફળમાં થતાં સડાથી ભારે નુકસાન થાય છે જે માટે જુદી જુદી ૨૦ જેટલી ફૂગો કારણભૂત જણાયેલ છે. ફળના સડાનાં રોગો આંબાની મુખ્ય જાતો જેવી કે હાફૂસ, કેસર, રાજાપુરી, લંગડો તેમજ અન્ય જાતોમાં વધતા ઓછા અંશે જોવા મળે છે. જાડી છાલની જાતોમાં રોગનું પ્રમાણ ઓછું જોવા મળે છે.



નિયંત્રણ :

  • ચોપ્ખા વાતાવરણ અને સૂયપ્રિકાશવાળા દિવસે ફળો ઉતારવા.

  • કેરી ઉતારતી વખતે જખમો ન થાય અને કેરી જમીન સાથે ઘસાય નહીં તેની કાળજી રાખવી.

  • ફળોને ડોંચા સાથે તોડીને પકવવા મૂકવા.

  • કેરીને ઉતાર્યા બાદ તડકામાં રાખવી નહીં. આંબા પરની કેરીમાં જ્યારે ગોટલો બંધાવાની શરૂઆત થાય ત્યારે એપ્રિલ માસમાં કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) ઓગાળી ઝાડ પર છંટકાવ કરવામાં આવે તો કેરી ઉતાર્યા બાદ ફળના સડાનું પ્રમાણ ઘટે છે.

  • કેરીના ફળોને પર” સે. તાપમાને કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૩ ગ્રામ/૧૦ લિટર પાણીમાં)ના દ્રાવણમાં ૧૦ મિનિટ સુધી બોળી રાખવામાં આવે તો માવજત આપેલ ફળોની સંગ્રહાત્મક શક્તિમાં પાંચ અઠવાડિયાનો વધારો થતો જોવા મળેલ છે.

  •  કેરીના ફળોને ર% નીલગિરિનું તેલ અથવા  દિવેલનું દ્રાવણ   અથવા ૧% પોટેશિયમ મેટાબાય સલ્ફેટના દ્રાવણની માવજત આપવામાં આવે તો લાંબા સમય સુધી રાખી શકાય છે.

  • ફળોને બોરેક્ષ ૬%નું દ્રાવણ બનાવી ૪૩% સે. ઉષ્ણતામાન ૩ મિનિટ સુધી બોળીને પછી સંગ્રહ કરવો.

  • ફળોને ૯ થી ૧૦”સે. જેટલા નીચા તાપમાને રાખવા .

  • કેરીને ટિશ્યૂ પેપરમાં વીંટાળ્યા બાદ બહાર મોકલવી.