વાતાવરણનો ફેરફાર રોગના ફેલાવા માટે જવાબદારઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ - ઘટ થાય ત્યારે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે, દા.ત. વાતાવરણમાં ૮૫% કરતા વધારે ભેજનું પ્રમાણ રોગનો ઉપદ્રવ ખૂબ જ વધારે છે. એટલે કે આવા વખતે ફૂગનાશક છાંટવા છતાં પણ રોગ કાબૂમાં આવતો નથી. દા.ત. ચોમાસ સીઝનમાં ભાદરવા મહિનામાં વાતાવરણમાં ભેજ (હ્રુમીડીટી) નું પ્રમાણ વધુ હોવાથી રોગનુંપ્રમાણ ખૂબ જ વધે છે. આવા સમયે વાતાવરણ આપણા હાથમાં નથી, આવા સમયે પાકને વધુ પડતું પિયત નુકશાન કરે છે. વધુ પડતું પિયત મૂળના સડો કૅ મૂળના રોગો લાવી શકે છે.હવામાન માપક યંત્રો બેસાડો