ખેતી વગર છૂટકો નથી પણ આ સિન્ડિકેટ ને લીધે ભાવ મળતા  નથી એવું બધા ન લાગે છે ? પણ હવામાનને સમજીને એકમ વિસ્તાર દીઠ વધુ  ઉત્પાદન એટલેજ હવામાનના આવા સાધનો વસાવવા પડશે આ સાધન આમતો કઈ મોટું નથી, આ નાનકડું કોમ્પ્યુટર જ સમજોને કે પછી તમારી વાડીએ એક પેટી, હવાની ઝડપ માપવાનું સાધન , એક ઈલેક્ટ્રોનિક થર્મોમીટર અને જમીનનું તાપમાન અને ભેજ માપવાનું ટેન્શીયોમીટર તમારી વાડીએ લગાડી જાય તેમાં એક સીમ કાર્ડ ભરાયેલું હોય એટલે જેની વાડી હોય તેના મોબાઈલમાં પલે પલની માહિતી અને સલાહ આવ્યા કરે.