કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ નથી. સામાન્ય રીતે જ્યારે મજૂરોની લભ્યતા સમયસર અને પૂરતા પ્રમાણમાં ન હોય અથવા જ્યારે કેટલાક પાકો પૂંકીને વવાતા હોય અથવા સતત વરસાદની હેલી રહે તેવા સંજોગોમાં ભલામણ કરેલ નીંદણનાશકોનો વપરાશ હાથ-નીંદામણ તથા આંતરખેડ કરતા વધુ અસરકારક પુરવાર થાય છે.

https://krushivigyan.com/2024/11/pesticide-1/