મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા તેની દિવાલો, છત અને તળીયામાં આવેલ તીરાડોને સીમેન્ટથી ભરી દેવી અને ત્યારબાદ તેમાં ચુનો કરવો. નવી મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં કોઠારને બરાબર સાફ કરવો, જો કોઠારમાં જીવાત જણાય તો સાયપરમેથ્રીન રપ ઈસી ૧ મિ.લિ. ૧ લીટર પાણીમાં ભેળવીને દિવાલો, ભોંયતળીયા અને છત ઉપર છાંટવું. એક જ કોઠારમાં જુની અને નવી મગફળીનો સંગ્રહ કરવો નહી. જુના કોથળામાં મગફ્ળીનો સંગ્રહ કરવાનો હોય ત્યારે તેને ઉલટાવીને ઉપર જણાવેલ દવાનું છાંટણ કરવુ અને તેને છાયડામાં સૂકવવા અને ત્યાર બાદ સૂકાયેલ કોથળાને ઉલટાવી નાખીને તેમા મગફળી ભરવી. સંગ્રહિત મગફળીમાં જીવાતોની સક્રિય અવસ્થાની હાજરી જણાય ત્યારે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ૩ ગ્રામની એક એવી ત્રણ પડીકી ૧૦૦૦ કિ.ગ્રા. મગફળીમાં મુકવી અને તેનું ધ્રુમીકરણ કરવું. ધ્રુમીકરણની માવજત તાલીમ પામેલ તાંત્રીક કર્મચારી/ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કરવી જોઈએ.

https://krushivigyan.com/2024/11/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b5%e0%aa%be-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%89%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%a8/