ઉત્પન્નનું ગ્રેડીંગ

અરે બહુ ફેર પડે ભાઇ ! પાકા આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી “અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી બને તેટલા નીચે ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે,તે પણ આપણે ક્યાં નથી નિહાળ્યું ? રીંગણાં કે ભીંડાની પોટકી છોડે અને અંદર જો થોડીકેય છાલ પાકટ થયેલા નંગ ભાળે એટલે આખી પોટકીનું અવમૂલ્યન ! “ તમારો માલ કાચો-પાકો, જીણો-મોટો ને સાવ નબળો છે” કહી બને તેટલા નીચા ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે. અરે ! બજાર થોડા મંદ હોય અને દૂધી-રીંગણામાં થોડુંકેય કહેવાપણું હોય તો હરરાજીમાં જવાને બદલે પોટકા સીધા ઠલવાવાના થાય ગાયોના મોઢે અને ચલાખા ખેંચી ઘર ભેગા થવું પડે એ વધારામાં ! ઉત્પાદન ફળ-શાકભાજી કે ભલેને હોય અનાજ-કઠોળ કે તલ-મગફળી, તૈયાર થયા પછી તેને ગ્રાહક-વેપારી કે બજાર સુધી પહોંચાડતા પહેલાં આપણે ખેડૂતો તેના પર થતી ચોખ્ખાઇની, ગ્રડીંગની અને પેકીંગની વિવિધ પ્રક્રિયાઓ કરવામાં ઊણા ઉતરીએ તો પણ દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યા જેવું થાય ભાઇ ! માલની આવી બધી ગુણવત્તાની બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવી, માત્ર થોકબંધ માલ પકાવ્યાની ડંફાસ માર્યા કરીએ એટલે એકડા વિનાના એકલા મીંડા ગણવા જેવી વાત થઇ ગણાય.

https://krushivigyan.com/2024/11/%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a8%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%a1%e0%ab%80%e0%aa%82%e0%aa%97-%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0/