જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ
નેનો જંતુનાશક એટલે શુું?
ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે એક મીટરના એક બીલીયનમાં ( ૧૦ લાખમો ભાગ ) ભાગ જેટલા કરી તેની સપાટીનો વિસ્તાર વધારી અસરકારક રૂપમાં ફેરવવામાં આવે છે. જેનાથી જંતુનાકશકો અસરકારતામાં ફેરફાર થાય છે.
નેનેા જંતુનાશક દવાઓના ફાયદાઓઃ
હાલમાં ખેડૂતો જેવી રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેવીજ રીતે નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે. આથી નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતામિત્રોએ કોઈપણ જાતની તાલીમ લેવાની જરૂર રહેતી નથી.
નેનો જંતુનાશક દવાઓની અસરકારતા અને પરિણામકારક સામાન્ય દવાઓ કરતા વધારે અને લાંબા સમય સુધી રહે છે.
સૂક્ષ્મ કણના નેનો જંતુનાશક દવાઓના રસાયણો છોડ સરળતાથી ગ્રહણ કરી શકે છે.
અલ્ટ્રા વાયોલેટ કીરણોનીે નેનો જંતુનાશક દવાઓ પર અસર થતી નથી.
નેનો જંતુનાશક દવાઓ જીવાતની શરીરમાં સરળથી દાખલ થઈ શકે છે અને ઝડપી અસર છે.
નેનો જંતુનાશક દવાઓના ઉપયોગથી પર્યાવરણને થતુ
નુકશાન ધટાડી શકાય છે.
હાલમાં નેનો જંતુનાશકોની વિવિધ પ્રકારની બનાવટો બજારમાં ઉપલબ્ધ છે. ભારતમાં જુદી જુદી અનેક
કંપનીઓ નેનો આધારીત જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરે છે. જેમકે નીમાઝલ ટેકનીકલ (ઈ.આઈ.ડી. પેરી લી.), નીમ ઓઈલ (કિંગ એગ્રો ફૂડ), ઓઝોનીમ ઓઈલ (ઓઝોની બાયોટેક), ઓઝોડ્રોપ, નીમાર્ક
(નીમ ઈન્ડિયા પ્રોડકટ લી.)
વનસ્પતિ જન્ય નેનો જંતુ
નાશક દવાઓ જેવી કે નીમાર્ક (ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ. એલ.), નેનોલેક્ષ (પ્રોફેનોફોસ પ૦% ઈ.સી.) અને નેનોથેન (એસીફેટ ૭પ% એસ.પી.)નું નેનો-એગ્રો કેમીકલ નામની કંપની ઉત્પાદન કરે છે.
Social Plugin