ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી ઢીંગરી મશરૂમ સાધારણ તાપમાને / (૧૮o-૨૮o સે.) થઈ શકે છે. ઉપરાંત તેમાં રહેલા સારા ગુણધર્મો જેવા કે સારો સ્વાદ અને સોડમ ટૂંકું જીવનચક્ર (૬૦ થી ૭૦ દિવસ ) અને ઊચી ઉત્પાદન ક્ષમતા( ૫૦ થી ૬૦ ટકા )ને કારણે વાવેતર માટે પસંદ કરવામાં આવે છે આ મશરૂમની ખેતી પણ બંધ રૂમમાં યોગ્ય ભેજ અને તાપમાન ઊભું કરી સરળતાથી કરી શકાય છે. પ્રજાતિ ૨૦O થી ૩૦O સે. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે અને ખેત ઉત્પાદનની ઉપ નિપજ જેવી ઘઉં- ડાંગરનું પરાળ વગેરે પર પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં એક માસનાં ટૂંકા ગાળામાં સરળતાથી ઊગાડી શકાય છે અને જરૂર મુજબ સૂકવીને પાવડર બનાવી એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે.
https://krushivigyan.com/2024/11/mashroom-2/
Social Plugin