વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય
વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે, તેને તેની હાલત પ્રમાણેની સારવાર આપવાથી ફરી બેઠું કરી શકાય છે, અને તે નવું ઝાડ ઉછેરવાના સમય કરતાં ચોથા-પાંચમાં ભાગના સમયમાં કરી શકાય છે. જે વૃક્ષો મૂળ સહિત ઊથલી ગયાં હોય, અને જેનું એક પણ મૂળ જીવતું ન રહ્યું હોય તેને કાપી, ખોદી લેવાં જ રહ્યાં. આખેઆખાં આડાં પડી ગયાં હોય, પણ જેનાં એક બાજુનાં મૂળ ધરતીમાં ચોટેલાં અને જીવતાં હોય તેવા ઝાડોમાં આંબા, સીતાફળી, આમળી, જામફળી વગેરે વૃક્ષોને દોરડાંની મદદ લઈ, ઝાઝા માણસોના બળ દ્વારા નીચેની જમીન હજુ ભીની હોય ત્યાં જ ધીરેધીરે ઊભાં કરવાં.
સલામત રહેલાં મૂળ તૂટી ન જાય ત્યાં સુધી ઊંચા કરતા રહેવું અને પછીથી ટેકા મૂકી દેવા. અને ઊભા કરેલ ઝાડના થડ ફરતે માટીનો થોડો ઢગ કરી,તેને ખૂબ દબાણ આપી કઠ્ઠણ કરી દેવાથી ઝાડને પવન સામે ઊભું રહેવાની અને નવા મૂળ મૂકવાની હૂંફ મળી રહે છે. ફરીવાર વરસાદ ન આવે તો ઊભાં કરી પાણી પાઈ દેવું જરૂરી છે..
https://krushivigyan.com/2024/11/%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%9d%e0%ab%8b%e0%aa%a1%e0%aa%be%e0%aa%a5%e0%ab%80-%e0%aa%89%e0%aa%a5%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a1%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b5%e0%ab%83%e0%aa%95/
Social Plugin