લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. #lemonbutterfly #લીંબુનુંપતંગિયું #citrus #limbu #લીંબુ https://krushivigyan.com/2024/08/13/citrus/