વાવણી અને લણણીનો સમય પણ કૃષિ ઉત્પાદનના ભાવોમાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે કૃષિ પેદાશોને બજારમા વેંચાણ અર્થે લઇ જતા વધુ ભાવ મળે છે. જેમકે, તાલાલાની કેસર કેરી વહેલી બજારમા આવવાથી સારા ભાવ મળી રહે છે. ઉપરાંત, લીલા ધાણા (કોથમરી)નું કમોસમી (ઓફ સીઝન) પાક લઇ વધુ ભાવ મેળવી શકીએ.