ગાભમારાની ઈયળ મકાઈના થડમાં નુકસાન કરી છોડને સૂકવી નાખે છે. પાક ૧૫ દિવસનો થાય ત્યારે હેક્ટરે ૮ કિલો મુજબ કાર્બોફ્યુરાન ૩-જી દાણાદાર દવા મકાઈના છોડની ભૂંગળીમાં નાખવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવવી.