વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમોની રોપણી દ્વારા નવી વાડીઓ બનાવી એકમ […]