પાકા કેળામાંથી જ્યારે તેનો પાવડર બનાવવો હોય ત્યારે તેની રીત અલગ પડે છે. આ માટે સંપૂર્ણ રીતે પાકા કેળા લઈ તેનું પીલીંગ કરી (છાલ ઉતારી) પ્રથમ યોગ્ય મશીન દ્વારા તેનો પલ્પ બનાવવામાં આવે છે. પલ્પનો ક્લર જળવાઈ રહે તથા તેમાં એન્ઝાયમેટીક બ્રાઉનિંગ થતું અટકે તે માટે એફ્એસએસઆઈ (FSSAI)નાં ધારાધોરણ મુજબ યોગ્ય પ્રિઝર્વેટીવ ઉમેરવામાં આવે છે. […]