● પ્રાકૃતિક કૃષિ શા માટે ? ખેડૂતોને તેમના નૈસર્ગિક સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગો થાય, ખેત ઉત્પાદન વધે અને છતાં પણ ખેતી ખર્ચ ઘટે અને તેમના જળ અને જમીનની તંદુરસ્તી હરહંમેશ જળવાઈ રહે તેવી તજૂજ્ઞતાઓ વિકસાવવી પડે. જેથી ઉત્પાદનના આ મૂળભૂત ઘટકો પ્રદૂષિત ના થાય, પ્રાકૃતિક સ્ત્રોતોની જાળવણી અને ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી.