અને અંતે એમાં ફરીથી ભળી જાય છે. આકાશ અસીમ છે. તેને બાથમાં ભરી લેવું અશક્ય છે છતાં ખેતર વચ્ચે ઉભા હોઈએ તો બે હાથ પહોળા કરીને આકાશને છાતીમાં ભરી લીધાનો અહેસાસ થાય છે. નજર નાંખો ત્યાં ચારે તરફ આકાશ. ક્ષિતીજ સુધી જ આકાશ છે અને ત્યાંથી આગળ અવકાશ. આકાશમાં પંખી ઉડતા હોય છે અને અવકાશમાં ઉપગ્રહ ઉડતા હોય છે. સીમ – ખેતરમાં ફરીને આખુ આકાશ આંખોમાં ભરી શકાય છે. શહેરના લોકોને તો આકાશનો એકાદ ટૂકડો પણ સદ્નસીબ હોય તો મળતો હોય છે. ફ્લેટની બારીમાંથી દેખાતો ત્રણ બાય ત્રણ કુટનો આકાશનો ટૂકડો ગળ્યા કરવાનો. કુદરતને ખોળે જીવતા આપાણે કેટલા ભાગ્યવાન છીએ