વરસાદ અને વાવણી જેટલો જ નજીકનો અને વરસો વરસનો સંબંધ, જાણે જન્મો જન્મનો પ્રેમ. એક એક ચાસમાં આકાશ પોતાનો પ્રેમ રોપી દે છે. અને એમાંથી ઉછરે છે ખેડૂતના સપનાનું આકાશ. સપનાઓ પણ આકાશ જેવડા હોય છે. છોકરાંવને ભણાવવા, લગ્ન કરવા, મકાન મોટા બનાવવા, નવા વાહનો ખરીદવા, સોનું ખરીદવું, વધુ જમીન ખરીદવી, ખેતીને પ્રગતિશીલ બનાવવી, ખેતીને સમૃધ્ધ કરી જાતને સમૃધ્ધ કરવાના સપના સાકાર કરે છે આ ઉપરવાળું આકાશ. સ્વચ્છ આકાશ, વાદળીયુ આકાશ, ધુંધળુ આકાશ, ગુલાબી, કેસરી કે ભૂરૂં આકાશ… જયારે જેવું આકાશ હોય તે પ્રમાણે આપણો મુડ પણ બદલાઈ જતો હોય છે, એટલે સમગ્ર પૃથ્વીને કંઈ પણ દઈ શકતું આકાશ માણસ જાત પર પણ કેવી અસર કરે છે ! માત્ર વાદળાં જોવા માટે જ નહીં પરંતુ અમસ્તુયે દિવસમાં એકાદવાર આકાશ સામે પળભર જોવું. દિવસ વિતાવવાની જડી બુટ્ટી મળશે.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ