ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે આઈપીએલ જણાવે છે કે પોટાશ એટલે ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસ જેવું કાર્ય કરે છે. પોટાશ તત્વ ની ઉપલબ્ધી ન હોય તો અન્ય તત્વોનો ટ્રાફીક અસ્તવ્યસ્ત ચાલે અને જો તે હોય તો બધો ટ્રાફિક વ્યવસ્થિત ચાલે. પોટાશનું પણ તેવું છે તેની હાજરી માત્રથી પાકને જરૂરી બીજા બધા પોષકતત્વો છોડને સારી રીતે લભ્ય થાય છે. પોટાશ પાછળ ખર્ચેલ ૧ રૂપિયા સામે ૪ રૂપિયાનો ફાયદો તેલીબિયાં પાકમાંથી મળે છે. પોટાશના વપરાશથી મગફળીના દાણા ભરાવદાર અને તેલના ટકાનું પ્રમાણ વધે છે.