તો આપણી મોલાતોને સિંચાઈ માટેનું પાણી મળી આવશે એ જાણવું ખેડૂતો માટે સહેલું નથી. મોટાભાગના ખેડૂતોની વાડીઓમાં ““અહીંપાણી હશે”, “ત્યાં પાણી હોવું જોઈએ” માત્ર એવા અનુમાનોના આધારે જ ઠેક ઠેકાણે કૂવા કે રીંગબોર કરીને ધરતીને ત્રોફી નાખે છે. પરિણામે દેવાના ડુંગર નીચે દબાઈ જવા છતાં પાણીવાળા ન થયાના ઝાઝા ઉદાહરણો આપણા ખેડૂતોમાં મોજુદ છે. કયો વિસ્તાર યા જગ્યા “કંઈકેય વધુ પાણીવાળી”” છે એવો ખ્યાલ મળવા માત્રથી શુરાતન ચઢે અને મરણિયા લડવૈયાની ઢબે દુશ્મનોની વચ્ચે ઘેરાયા પછી પણ પરાક્રમ દેખાડી દેવાની મરદાઈ આપણા ખેડૂતોમાં દેખાય છે તો ખરી, એની નાસ નહીં ! પણ તલવાર અંધારામાં વિંઝવાને બદલે પ્રયત્ન જરા હકિકતને લગતા લેવાય તો થાક ઓછો લાગે