ખાતરની વાત કરી ત્યારે ખાતરનો અતિરેક નહિ પણ સપ્રમાણ નાખવું જોઈએ , ખાતરની આવશ્યકતા છે પણ ક્યારે અને કેટલું તે સમજીને આપવું પડશે , તમારી જમીનને ક્યુ ખાતર કેટલું અને ક્યારે નાખવું તે જાણવા હવે આપણે આપણી માટીનું પૃથ્થકરણ એટલે કે ચકાસણી કરવાની પધ્ધતિ વાપરવી પડે . આ માટે તમારે જમીન અને પાણીની પૃથ્થકરણ લેબમાં નાઈટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ ઉપરાત સેકન્ડરી ન્યુટ્રીયન્ટ અને માઈક્રોન્યુટ્રીયન્ટની તપાસ કરાવવી જોઈએ , જમીન ચકાશણી માટે સારી લેબની પસંદગી કરવી , જમીનની સાથે તમારા બોર કે કૂવાના પાણીની પણ ચકાસણી ખાસ કરાવીને તે રિપોર્ટ અને તમે કયો પાક વાવ્યો છે તે પ્રમાણે જમીન સુધારા કરવા જોઈએ . વધુ વિગત માટે 9819456076 જમીન વિજ્ઞાનની માહિતી જાણો .