આપણા પાકને જરૂરી ખાતર નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ પછીનું મહત્વનું તત્વ કોઈ હોય તો તે છે ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ. સલ્ફર બઝારમાં હવે દાણાદાર સ્વરૂપે મળે છે. આ એક ખાસ પ્રકારની માટી એટલે કે બેન્ટોનાઈટ સાથે મિક્સ કરેલું હોવાથી જમીનમાં નાખીયે ત્યારે બેન્ટોનાઇ ને લીધી સ્લો રિલીઝ થવાથી છોડને સલ્ફર સહેલાઇથી પ્રાપ્ત થાય છે બેટોનાઇટ સલ્ફર, સલ્ફર મીલ્સ મુંબઈની જાણીતી કંપની કોસાવેટ ફર્ટિસ ડબલ્યુ જીના નામે વેચે છે અને ઘણા દેશોમાં નિકાશ પણ કરે છે. કોસાવેટ ફર્ટિસમાં રીપ પાંદડાનું નિશાન હોય છે. સુમિલ કેમીકલ નામની મુંબઈની કંપની પણ ૯૦ ટકા ડબલ્યુ ડીજી સલ્ફર ખાતર કોસામિલ ગોલ્ડના નામે બઝારમાં લાવી છે. સુમીલ કેમીકલ કહે છે કે સલ્ફર એ ચોથું મહત્વનું ખાતર છે અને તે પાકના ઉત્પાદનમાં વધારો, પાકની ગુણવતામાં વધારો અને સાથે સાથે જમીન સુધારક તરીકે કાર્ય કરી ખેતીમાં ફાયદો આપે છે.