ઓર્ગનિક ખેતીની મુવમેન્ટ આખા વિશ્વમાં પ્રસરી છે તે માટે IFOAM ઓર્ગનિક ઇન્ટરનૅશનલ સંસ્થાનો ચેલા 50 વર્ષનો પ્રયાસ છે. 50 વર્ષથી વિશ્વના 190થી વધુ દેશોમાં IFOAM ઓર્ગનિક પેદાશની મુવમેન્ટ ચલાવે છે. આજે 74.9 મિલિયન હેક્ટર જમીનમાં ઓર્ગનિક ખેતી થઇ રહી છે. ભારતમાં પણ આ સંસ્થા સાથે 40 થી વધુ સંસ્થા જોડાયેલી છે. IFOAM ઓર્ગનિક ખેતીની ઓથોરિટી છે. આજે આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની મુવમેન્ટ શરુ છે ત્યારે ભારત પણ આ ક્ષેત્રે ખુબ આગળ વધશે. IFOAM ની આંતર રાષ્ટ્રીય બોડીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતના શ્રી ચોઈટરેશ ગાંગુલી બન્યા છે તે ગર્વની બાબત છે. ચાલો આપણે ઓર્ગનિક પેદાશ પેદા કરી માર્કેટિંગ કરીને પોતાની બ્રાન્ડ બનાવીયે.