૧. શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રીમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતા જે જગ્યાએ “પડ” દુંફાળું લાગે. જયાં થોડો ગરમાવો જણાય તે સ્થળે વધુ પાણી હોવાનું માની શકાય. ૨. લીમડો, જાંબુડો, કરંજ, વડ, પીપળો, ગુંદી, રાયણ, ખીજડો, ખાખરો કે અરણી જેવા કુદરતી રીતે ઉગેલા વૃક્ષોમાં આસપાસની સરખામણીએ વધુ ઘટાવાળા, ફૂણપ દેખાડતા અને તેજસ્વી જણાતા વૃક્ષોના ઝૂંડની જગ્યાએ વધુ પાણી હોવાની શક્યતાખરી. ૩. જ્યાં ઉધઈના રાફડા, દેડકા, કાચબા કે ઉંદરો જેવી જીવસૃષ્ટિનો વધુ પડતો વસવાટ દેખાય એ સ્થળ પણ પાણી બાબતે સારુંગણાય. પ્રથમ આવું વિશિષ્ટ સંકેતોવાળું સ્થળ શોધી ત્યાં નીચેના સ્થળમાં ઉડી તપાસ કરવાથી પાણી હોવાની ખાત્રી મજબૂત બને છે.