વરીના દાણા નાના હોવાને લીધે તેને ઝીણું ધાન્ય કહેવામાં આવે છે. વરીનું વાવેતર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે, વરીની ઉત્પાદકતા ૯૩૦ કિ.ગ્રા./હેક્ટર નોંધાયેલ. દાણાને છડ્યા પછીના ભાગને “મોરીયો” કહેવામાં આવે છે. જેનો ઉપયોગ લોકો ઉપવાસના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગિતા વધુ છે. ગમે તેવી આબોહવાકિય પરિસ્થિતિમાં આ પાક લઈ શકાય છે. આદિવાસી લોકો ડાંગરની જગ્યાઓ વરીનો ઉપયોગ ખાવામાં કરે છે. વરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી સગર્ભા સ્ત્રીઓ માટેનો ઉત્તમ આહાર છે.