પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.
પાવર ફેન્સ પ્રાણીઓના પ્રકારને ધ્યાને રાખી જરૂરીયાત મુજબ ગોઠવી શકાય છે. પ્રાણીઓના કદ અને ખાસીયતો મુજબ ભુંડથી માંડી હાથી સુધીના અલગ અલગ પ્રાણીઓથી રક્ષણ માટે એક જ ફેન્સ જુદી જુદી રીતે પણ વાપરી શકાય છે. અરે ! વાંદરાઓથી ઝાડને થતાં નુકશાન સામે રક્ષણ મેળવવા પણ કંપની પાવર ફેન્સ તૈયાર કરી આપે છે.
પાવર ફેન્સ કાર્યરત છે કે નહિ તેની ચકાસણી એક જગ્યાએથી (શેડ કે ઘરેથી) પણ કરી શકાય છે.
સૂર્યશક્તિથી સંચાલિત પાવર ફેન્સ ઈલેકટ્રીક પાવરની સગવડ ન હોય તેવી જગ્યાએ (દૂરના સ્થળો, ડુંગરા વગેરે) પણ વાપરી શકાય છે.
પાવર ફેન્સ ના શોકથી શરીરને કશું જ નુકશાન થતું નથી.
પાવર ફેન્સ આખું વર્ષ ચોવીસ કલાક કામ આપે છે. જેથી ખેડુતોએ રખેવાડી કરવા ઉજાગરા કરવાની જરૂર નથી.
સોલાર પાવર ફેન્સ એ ભારત સરકારના સાહસ ઈન્ડીયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઈઆરઈડીએ) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.