પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત શોક આપતી આ ફેન્સ ખેતીવાડી, ફેકટરીના રક્ષણ માટે વપરાય છે. પાવર ફેન્સએ વાયરની આડશ ઉપરાંત માનીસક આડશ છે. જેનાથી માનવજાત, જંગલી પ્રાણી, પાલતું પશુંને એક વખત શોક લાગ્યા બાદ તેઓ નજીક પણ આવતા નથી. ઉચ્ચ કક્ષાનું અતિ આધુનિક ‘‘એનર્ઝાઈઝર’’ સિસ્ટમમાં દર ૧ સેકન્ડ પલ્સના રૂપમાં હાઈ વોલ્ટેજ પસાર કરે છે. પશુઓ જયારે ફેન્સ (વાડ) ના સંપર્કમાં આવે છે ત્યારે તેના શરીરમાં એકદમ ઈલેકટ્રીક શોક લાગે છે જે પશુઓને નુકશાનકારક નથી. સિસ્ટમમાં લાગતા શોકથી શરીરને કયાંય ઈજા થતી નથી. એનર્ઝાઈઝર બેટરી વડે ચાલે છે. જયારે બેટરીને સોલાર પેનલથી ચાર્જ કરવામાં આવે છે.