આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાયેલા છે આખા દેશના ખેડૂતોને જમીન જીવતી રાખવાના સરળ રસ્તા બતાવતા રહ્યા છે તે આપણા કિશાનો માટે આવકારદાયક છે . તેમના વક્તવ્યમાં તેઓશ્રી જીવામૃત અને અમૃતમાટી વિશે સમજાવે છે, ઘન જીવામૃતનો ઉપયોગ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક રસ્તા, કાર્બન તત્વની પૂરતી, જીવદ્રવ્ય એટલે કે હ્યુમસની પુરવણી , આચ્છાદન એટલે કે જૈવિક મલચીંગ , મિશ્રપાક પદ્ધતિ વગેરે વિષે પોતાના જાત અનુભવના આધારે સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ? તે સમજાવતા રહ્યા છે .ચાલો જમીન ને જીવતી રાખવા જમીનનો કાર્બન ગુણોત્તર વધારીએ .પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને સમજવા પડશે .