રૅડિયો કે ટીવી સમાચારમાં હવામાન ખાતા તરફથી વિગત અપાય કૅ “આવતા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડવાની વકી છે” એટલે એ સો એ સો ટકા સાચું પડતું નથી. હા, હવામાન બંધાય પણ વરસાદ આવે જ એ નક્કી નહીં. “આગાહી” એ વરસાદ વરસતા પહેલાના વર્ષો જૂના કુદરતમાં બનતા ફેરફારો – ચિહ્મોના અભ્યાસ પરથી કરવામાં આવતું એક “અનુમાન” છે. “અનુમાન” માં નિશ્ચિતપણું ભલે નથી – છતાં એ અનુમાન આધારે ઘટતા ખેતી કામો શરુ કરવા કે અધુરાને વહેલાસર આટોપવાના આયોજનો ઘડતા જ હોઈએછીએને!

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ