ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા ઝાલરવાળી પાંખો ધરાવતા ફુદા જોવા મળી રહ્યા છે તેવું કૃષિ નિષ્ણાંત શ્રી ગનીભાઇ જણાવે છે, મિત્રો  ગયા વર્ષે ગુલાબીનો ઉપદ્રવ શરૂ શરૂમાં ન હતો પણ બધી ખબર હોવા છતા છેલ્લે જાતા જે મિત્રો દવા  છંટકાવનું ચૂકી ગયા તેને  પાછતરા કપાસને ગુલાબી અડી ગયેલી . આજે જયારે આ લખાય છે ત્યારે કરશનભાઇના કપાસમાં ગુલાબીના ફુદા ઉડે છે ત્યારે ખેતરમાં સુસુપ્ત\અવસ્થામાં પડેલી ઈયળ શું વાત કરે છે તેની વાતો આવતી કાલથી તમે krushivigyan.com પર વાંચજો.