૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાને સમાંતર રહે તે રીતે નાભીસ્તરે પકડીને જમીન પર ધીરે ધીરે ચાલવાનું. જ્યાં નીચે ભૂતળમાં પાણી હોય ત્યાં હાથમાં પકડેલા બન્ને સળિયાના છેડા એકબીજાથી અપાકર્ષિત થઈ વિરૂધ્ધ દિશામાં પહોળા પડી ધીરે ધીરે ૧૮૦ અંશનો ખૂણો બનાવે છે. અને આ જગ્યા વધુ પાણીવાળી હોવાની શકયતા છે. ડૉ. અનિલ ગુપ્તાના કહેવા મુજબ કોઈપણ પરમાણું, તત્વમાં ઘનભાર અને ઋણ ભાર હોય છે. જ્યારે પાણી એ ઓક્સીજન અને હાઈડ્રોજનનું સંયોજન હોવાથી જેમાં ફક્ત પરમાણું ઘન વિજભાર હોય છે, એટલે બન્ને સળિયામાં અપાકર્ષણની એક સરખી અસર ઉપજતી હોવાથી બન્ને એકબીજાથી દૂર જાય છે. જે વધુ પાણી હોવાનું નિર્દિષ્ઠ કરે છે.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ