ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી શકાય છે અને ખાતર ખૂબ જ સરળ અને સરખી માત્રામાં છોડને આપી શકાય છે. સાથે મલ્ચીંગના ઉપયોગથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે. આ વાવેતર પદ્ધતિમાં શરૂઆતના બે વર્ષમાં ઓનલાઈન ડ્રીપ દ્વારા ઝાડ દીઠ ૪ લિટર/કલાકના ડિસ્ચાર્જવાળું એક ડ્રીપર ઝાડથી ૪૫ થી ૫૦ સે.મી. દૂર લગાવવું, જ્યારે ૩ વર્ષ પછી એ જ લાઈનમાં વધારાનું બીજું એક ૪ લિટર/કલાકના ડિસ્ચાર્જવાળું ડ્રીપર લગાવવું એટલે કે ઝાડ દીઠ ૪ લિટર/કલાકના ડિસ્ચાર્જવાળા કુલ બે ડ્રીપર લગાવવા.