છેલ્લા થોડા વર્ષોમાં બાયો ફર્ટીલાઈઝરનો વપરાશ વધ્યો છે જેવા કે નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા (રાઈઝોબીયમ કલ્ચર) ફોસ્બોબેસિલસ કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયાનો વપરાશ વધ્યો છે. આ બાયો ફર્ટીલાઈઝર જમીનમાં પડેલા ફોસ્ફરસ અને પોટાશને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં લાવવામાં આપણને મદદ કરે છે. આ માઈક્રોબ્ઝ જીવંત હોવાથી ખરીદતી વખતે તાજેતરનું પેકિંગ લેવા સલાહ છે.