સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવામાં આવે છે. આ રીતે તેનું ઉમેરણ થતાં તેમાંથી કર્ડ અને વે જુદા પડે છે. કર્ડને તારવી યોગ્ય પ્રેસ પદ્ધતિ વડે દબાવી તેના ચોસલા બનાવી યોગ્ય સાઈઝમાં કટ કરવામાં આવે છે. યોગ્ય સાઈઝના આ ટોફૂના ટુકડાને પેકેજીંગ કરી માર્કેટિંગ કરવામાં આવે છે. આ પ્રકારના ૧૦૦ ગ્રામ ટોફૂમાં અંદાજે ૧૭.૩ ગ્રામ પ્રોટીન તેમજ ૮.૭ર ગ્રામના પ્રમાણમાં ફેટ રહેલ હોય છે. સામાન્ય રીતે ૧ કિ.ગ્રા. સોયાબીનમાંથી ૧.ર થી ૧.૪ કિ.ગ્રા. ટોફૂ મળે છે.