આંબામાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમની રોપણી કરી હોય તો છંટણી, કેળવણી અને અન્ય ખેતકાર્યો સરળતાથી, ચોકસાઈપૂર્વક અને વધુ કાર્યક્ષમતા સાથે કરવા માટે વિવિધ સાધનો અને ફાર્મ મશીનરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાણી અને ખાતર આપવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ, રાસાયણિક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, ફળ ઉતારવા માટે ટ્રેક્ટર ટ્રોલી, ઝાડની કેળવણી અને છંટણી માટે પોલ પ્રુનર, પેટ્રોલથી સંચાલિત કરવત, હાથથી સંચાલિત કરવત, સીકેટર વગેરેનો ઉપયોગ કરી માણસો પરની ર્નિભરતા ઘટાડી ખેતીને વધુ નફાકારક બનાવી શકાય.