વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ.

નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે

બ્રહ્માસ્ત્ર : મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે

અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર) : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં નુકસાન કરતા કીટકો, કળીઓમાં નુકસાન કરતી જીવાતો, ફળોમાં નુકસાન કરતી જીવાતો, કપાસના કાલામાં નુકસાન કરતી જીવાતો માટે દશપર્ણી અર્ક : દરેક ચૂસિયાં પ્રકારની જીવાતો અને બધા પ્રકારની ઈયળોનાં નિયંત્રણ માટે