સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે. ઉપર મુજબ સોયાબીન દૂધને લઈ તેમાં પ૦% ના પ્રમાણમાં સાદુ દૂધ ઉમેરવામાં આવે છે. મીક્ષીંગ થયા બાદ તેમાં યોગ્ય માત્રામાં મેળવણ ઉમેરવામાં આવે છે. સામાન્ય દહીંની જેમ આ રીતે સોયાબીનમાંથી ૧૦ થી ૧ર કલાકમાં દહીં બનાવી શકાય છે. આ દહીંનો ઉપયોગ સામાન્ય દહીંના સ્થાને કરી શકાય છે. આ ઉપરાંત આ સોયાબીનના દહીંમાંથી સારી રીતનો શ્રીખંડ બનાવી શકાય છે. આ શ્રીખંડમાં અન્ય ફ્રૂટનો પલ્પ કે ફલેવર મેળવી તેની કવોલીટી સુધારી શકાય છે. આ પ્રકારના શ્રીખંડમાં લગભગ ૬૦ થી ૬ર% ટોટલ સોલીડ તેમજ ૩૮-૪૦ % કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે.