સોયાબીનની અનેક ગુણવત્તાપૂર્ણ પેદાશો બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછોછે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે-સીધો કરી શકાતો નથી. આહારમાં તેનો સીધો ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક વિરોધી તત્વ શરીરને નુકસાન કરે છે. આથીજ સોયાબીનને ઉપયોગમાં લેતાં પહેલાં તેમાં રહેલા પોષક વિરોધી તત્વોને દૂર કરવા આવશ્યક જ નહી પરંતુ ખૂબ જ જરૂરી છે. આ હાનીકારક તત્વોને દૂર કરવા સોયાબીનનું પ્રોસેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે. પ્રોસેસિંગ બાદ જ સોયાબીનનો આહારમાં વપરાશ કરી શકાય છે.