સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી દૂર કરેલ સોયાબીનને સ્પેશીયલ સ્ટીમ જેકેટ અને વેકયૂમ પ્રકારના ગ્રાઈન્ડરમાં ચોકકસ તાપમાન રાખી ચોકકસ સમય માટે તેમાં પાણી મેળવી બારીક પીસવામાં આવે છે. આ રીતે એક પ્રકારની સ્લરી તૈયાર થાય છે. આ સ્લરીને યોગ્ય ફીલ્ટ્રેશન/ સેન્ટ્રિફયૂઝ મશીનમાં દાખલ કરવામાં આવે છે. જેથી દૂધ અને પલ્પનો માવો (ઓકારા) જુદા પડે છે. ત્યાર બાદ દૂધને ૧ર૧૦ સે. તાપમાને ૧ર મીનીટ માટે સ્ટરીલાઈઝ કરવામાં આવે છે. આમ, સામાન્ય રીતે ૧ કિ.ગ્રા. સોયાબીનમાંથી પ થી ૭ લિટર જેટલું દૂધ તૈયાર થાય છે. આ દૂધમાં વિવિધ પ્રકારની ફલેવર મેળવી ફલેવર યુકત પણ બનાવી શકાય છે. આમ, સોયાબીનમાંથી બનતું દૂધ ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. પ્રોટીનસભર આ દૂધમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે અને કોલેસ્ટ્રોલથી લગભગ મુકત હોય છે. સોયાબીનના આ દૂધમાં પ્રોટીનની માત્રા લગભગ ૩ થી ૩.પ% તથા ફેટની માત્રા લગભગ ર થી ર.રપ % જેટલી હોય છે. પ્રોટીનની જે ગુણવત્તા આ દૂધમાં મળે છે તે બાયોલોજીકલ મૂલ્યના આધારે ઉચ્ચ કક્ષાની હોય છે. આ દૂધ ડાયેટીંગ કરનારા માટે આર્શીવાદરૂપ છે, કેમ કે તે ખૂબ જ ઓછી કેલેરી ધરાવે છે. આ દૂધ બાળકથી માંડી વૃદ્ધ લોકો કે જે દૂધમાંનાં લેકટોઝને પચાવી શકતા નથી તેને માટે ખૂબ જ ગુણકારી છે.