કેરોટીનોઇડ્સ એ એક પ્રકારનું રંગદ્રવ્ય છે જે કેરીના પલ્પને ચળકતો પીળો રંગ આપે છે, તેની એન્ટી ઓકિસડન્ટ અસરો, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓના સાથે રહેલ જોખમને ઘટાડે છે. બી-કેરોટીન (પ્રો-વિટામિન એ) કેરીના પલ્પમાં વિપુલ પ્રમાણમાં મળતું કેરોટીનોઈડ છે, અન્ય ઓછા જાણીતા કેરોટીનોઈડ્સમાં નિયો-બી-કેરોટીન, ઓરોઝેન્થિન, લ્યુટોઝેન્થિન, વાયોલાઝેન્થિન અને ઝીઆઝેન્થિનનો સમાવેશ થાય છે. ઘણા દેશોમાં, જ્યાં આહારમાં વિટામિન A ની જરૂરિયાતો ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક કૃત્રિમ અવેજીઓ દ્વારા પૂરી કરવામાં આવે છે ત્યાં, એક મધ્યમ કદની પાકેલી કેરી પ્રો-વિટામિન A સાથે આહારને સમૃદ્ધ બનાવી શકે છે. નિયમિતપણે કેરી ખાવાથી આંખની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે.