પરંતુ જો છંટણી કરવામાં મોડું થાય તો આવતી ઋતુમાં મોર (ફૂલ) આવવાની પ્રક્રિયા પર માઠી અસર થશે. માટે આંબામાં કેરી ઉતાર્યા બાદ તરત એટલે કે ૧૦ થી ૧૫ દિવસમાં આ કાર્ય કરી લેવું. જેમ જેમ મોડું થશે તેમ બીજા વર્ષ ફૂલ આવવાના સમયે ડાળી પાકટ થશે નહીં અને છંટણી કરેલ ડાળી પર ફૂલ આવતા નથી અથવા મોડા આવે જેમાં ફળનું સેટીંગ હવામાનના કારણે સારું મળતું નથી. આ સિવાય રોગ- જીવાતથી નુકસાન પામેલ ડાળીઓ તેમજ માલફોર્મેશનની વિકૃતિવાળી ડાળીઓ દૂર કરવા માટે છંટણી જરૂરી છે. દર ત્રીજા વર્ષે ઝાડની ટોચ પર ગુચ્છે થઈ ગયેલ જાડી ડાળી કાપવી જેથી અંદરના ભાગમાં સૂર્યપ્રકાશ પૂરતો જવાથી સારું ઉત્પાદન મેળવી શકાય.