વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી તેનો નાશ કરવો.  ઈયળ ખૂબ જ ઊંડે સુધી દાખલ થઈ ગયેલ હોય તો સાયકલના પૈડાનો તાર અથવા અણીવાળા લોખંડના તારથી ઈયળને થડની અંદર જ મારી નાંખવી. 

જાળા બનાવનારી ઈયળોના અસરકારક નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવાથી ઈયળોનો ઉપદ્રવ કાબૂમાં રહે છે