ભારત દેશ ફળ પાકોના ઉત્પાદનમાં ચીન બાદ બીજા નંબરે છે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ પણ ભારતમાં જ થાય છે. કુલ ૧૦૦થી વધુ દેશો આંબાની ખેતી કરતાં હોવાથી વિશ્વ વ્યાપારની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ફળ પાક છે. જેમાં સૌથી વધુ વિસ્તાર આંબાનો છે પરંતુ આંબા પાકની ઉત્પાદકતાની બાબતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત ઘણું પાછળ છે. જેના મુખ્ય કારણો, હેક્ટર દીઠ છોડની ઓછી સંખ્યા, બિન કાર્યક્ષમ પોષણ વ્યવસ્થાપન, રોગ-જીવાતને કારણે નુકસાન વધુ, કુદરતી આફતો જેવી કે વધુ વરસાદ, તાપમાન, પવનની તીવ્ર ગતિ વગેરે વાતાવરણમાં બદલાવ, પાક વ્યવસ્થાપનનો અભાવ વગેરે પરિબળોને કારણે આંબામાં ઉત્પાદકતા ઓછી છે.